કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી સળીયા ઉતારી ચાલતું લોખંડ ચોરીનુ કૌભાંડ ઝડપી પાડતી હળવદ પોલીસ
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર ઉતારવામાં આવતા લોખંડના સળીયા ચોરીના કૌભાંડને હળવદ પોલીસે ઝડપી પાડ્યું છે.
હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે કવાડીયા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે ટ્રકમાંથી લોખંડના સળીયા ઉતારી લોખંડ ચોરીનુ કૌભાંડ ચાલતુ હોય જે લોખંડના સળીયા જેનુ કુલ વજન ૧૮૩૫ કિલોગ્રામ જેની કિ.રૂ ૯૧૭૫૦/- નો બીનવારસી મુદામાલ પકડી શકદાર સતિષ દેવાભાઇ ભરવાડ રહે ગામ ચુલી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.