હળવદના કવાડીયા ગામે પ્રતિબંધીત ચાઇનીઝ દોરી પકડી વેચાણ કરનાર ઈસમ વિરુદ્ધ ગુન્હો દાખલ
હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરનાર આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા આરોપી વિપુલભાઇ ધનશ્યમભાઈ કોળીના રહેણાંક મકાને ચેક કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી (ફિરકા) નંગ-૪૮ વેચાણ અર્થે રાખેલ મળી આવતા કિ.રૂ.૧૯૨૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.