Friday, February 6, 2026

મોરબીના ખાખરેચી દરવાજા પાસે અધ્યતન ગ્લો ગાર્ડન રૂ. 2.5 કરોડના ખર્ચે નિર્માણ પામશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અધ્યતન લાઇટિંગ સહિતની સુવિધાઓથી ભરપૂર ફરવાનું નવું સ્થળ મળી રહે તે માટે મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા એ ગ્લો ગાર્ડનની પ્રાથમિક તબક્કાની ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી છે, આગામી સમયમાં આ કામગીરી ને શરૂ કરવામાં આવનાર છે, મોરબીમાં ગ્લો ગાર્ડન બનાવવાની ટેન્ડર પ્રક્રિયા ઈલેક્ટ્રીક શાખા એ પૂર્ણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા ખાખરેચી દરવાજા પાસે ગ્લો ગાર્ડન બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા મનપાની ઇલેક્ટ્રીક શાખા એ પૂર્ણ કરી છે, આગામી સમયમાં રૂ. 2.5-/ કરોડના ખર્ચે ગ્લો ગાર્ડન ની ભેટ મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આપવામાં આવશે, અધ્યતન ગ્લો ગાર્ડનમાં વિવિધ પ્રકારની લાઇટિંગની ગોઠવણ કરવામાં આવનાર છે, ગ્લો ગાર્ડનમાં જુદા જુદા શેડમાં લાઇટિંગ ડેકોરેશન નગરજનોને જોવા મળશે જેમાં આધુનિક ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે, ગ્લો ગાર્ડન થકી મોરબી શહેરમાં ખાખરેચી દરવાજા વિસ્તારમાં અત્યાધુનિક ફરવા લાયક નવું નજરાણું શહેરીજનો ને મળી રહેશે, તેની ટેન્ડર પ્રક્રિયા સહિતની પ્રાથમિક તબક્કાની કામગીરી હાલ ઈલેક્ટ્રીક શાખા એ પૂર્ણ કરી છે, આગામી સમયમાં લાઇટિંગ ડેકોરેશન, વાયરીંગ, જુદા જુદા પ્રકારના શેડ સહિતની કામગીરી શરૂ કરવામાં આવનાર છે , ઈલેક્ટ્રીક શાખાની આ કામગીરી પૂર્ણ થયે મોરબીના નગરજનોને ફોટોશૂટ, સેલ્ફી પોઇન્ટ મળી રહે તે માટે એક અધ્યતન સુવિધા યુક્ત ગ્લો ગાર્ડન ની કામગીરીની શરૂઆત આગામી સમય માં કરવામાં આવશે , આ કામગીરી માટે હાલ ઇલેક્ટ્રિક શાખા દ્વારા રોડમેપ તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી આગામી સમયમાં ગ્લો ગાર્ડનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

આ સાથે જ મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા નિયમિત કરવામાં આવતી સ્ટ્રીટ લાઇટની કામગીરી વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતને ધ્યાને લઈ હાથ ધરવામાં આવે છે, જેમાં તાજેતરમાં સનાળા રોડ પર સ્ટ્રીટ લાઈટના વીજપોલ પડી ગયા હતા, તે તમામ જગ્યા પર નવા વીજપોલ ઉભા કરી નવી સ્ટ્રીટ લાઈટની કામગીરી કરી હતી, જે થકી આ વિસ્તારના રહેવાસીઓની સમસ્યાનો અંત આવ્યો છે, આ સમગ્ર વિસ્તારમાં વાહન ચાલકોની મુશ્કેલી દૂર થઈ છે, સનાળાના સમગ્ર જાહેર માર્ગો પર વીજપોલ અને સ્ટ્રીટ લાઈટની કામગીરી થકી અહીંથી પસાર થતા વાહન ચાલકોને આવવા- જવામાં સરળતા રહેશે , અને નંદી ઘરથી વાવડી ગામ સુધીના વિસ્તારમાં તમામ જગ્યા પર ઈલેક્ટ્રીક શાખા દ્વારા નવા વીજપોલ ઉભા કરી સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, આગામી સમયમાં આ કામગીરી પૂર્ણ થયે આ વિસ્તારના રહેવાસીઓની સુખાકારીમાં વધારો થશે, મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાત મુજબ વીજપોલ, સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર