Thursday, November 27, 2025

મોરબીના ખાખરાળા ગામે ઓઈલમીલના સેડમાથી 150 મણ જીરૂની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં રહેતા ખેડૂતે પોતાની તથા બીજાની જમીન ભાગવી રાખી જમીન નીપજ જીરૂ રાખવાની સગવડ ન હોવાથી ખેડૂતે જીરૂ મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં આવેલ ભગવાનજીભાઈ સદાતીયાના બંધ પડેલ ઓઈલમીલમાના સેડમા રાખેલ હોય ત્યાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ અંદાજે ૧૫૦ મણ જીરૂ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબીના પીપળીયા ગામના વતની અને હાલ મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ એલ-૮૩૧મા રહેતા હસમુખભાઇ લક્ષ્મણભાઈ કોઠીયા (ઉ.વ.૫૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી એ પોતાની તેમજ ભાગવી રાખેલ સીમ જમીન નીપજેલ જીરૂ ફરીયાદી પાસે આ જીરૂ રાખવાની સગવડ ન હોય જેથી સાથી ભગવાનજીભાઇ ભવાનભાઇ સદાતીયા રહે.મોરબી વાળાના ખાખરાળા ગામે બંધ પડેલ વિષ્ણુ ઓઇલમીલના શેડમાં રાખેલ હોય જેમાથી અજાણ્યા ચોર ઇસમોએ આશરે ૧૫૦ મણ કીરૂ ૪,૫૦,૦૦૦/- ની કિંમતનુ જીરૂ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર