ખાખરેચી ગામે ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતે યુવકને ચાર શખ્સોએ માર માર્યો
માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો યુવક આરોપીને ત્યાં ડ્રાઈવિંગ કરતો હોય ત્યારના ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે મારમારી યુવકની દુકાન બહાર પડેલ વેલ્ડીંગનો સમાન બળજબરી પૂર્વક લઈ ગયા હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા રમજાનભાઈ અબ્દુલભાઈ લંધાણી (ઉ.વ.૩૬) એ તેમના જ ગામના આરોપી ગોપાલભાઈ પોપટભાઈ શિયાળ, વિજયભાઈ પોપટભાઈ શિયાળ, દિનેશભાઇ છેલાભાઈ શિયાળ, નવઘણભાઈ છેલાભાઈ શિયાળ વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી બે વર્ષ અગાઉ આરોપી ગોપાલભાઈને ત્યા ડ્રાઇવિંગ કરતા હોય ત્યારના ઉપાડના રૂપીયાની લેતી દેતી બાબતનો ખાર રાખી ગઇ ચારેય આરોપીઓ ફરીયાદીની દુકાન પાસે લાકડાઓના ધોકા લઇ આવતા ફરીયાદી દુકાનની બહાર આવતા ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને લાકડાના ધોકા વડે મુંઢમાર મારી ફરીયાદીની દુકાન બહાર પડેલ વેલ્ડીંગનો સર સમાન બળજબરી પૂર્વક લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.