મોરબી મહાનગરપાલિકા દ્વારા ખાનગી માલિકીની જમીન અથવા મકાન પર હોડીંગ બોર્ડ લગાવવાની પ્રક્રિયા અમલમાં મુકાઈ
મોરબી મહાનગરપાલિકા જાહેર જનતાને જાણ કરે છે કે શહેરની સુંદરતા, નિયંત્રિત વિકાસ અને કાયદેસર જાહેરખબર પ્રણાલી માટે મહાનગરપાલિકા ધ્વારા ખાનગી માલિકીની જમીન અથવા મકાન પર હોડીંગ બોર્ડ લગાવવાની પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે.
મહત્વપૂર્ણ સૂચનાઓ:
1. હોર્ડીંગ લગાવવા ઈચ્છતા અરજદારોએ માલિકીના દસ્તાવેજો, સ્થળની વિગતો તથા નિયત ફી સાથે અરજી એસ્ટેટ શાખા, મોરબી મહાનગરપાલિકા ખાતે કરવી ફરજિયાત રહેશે.
2. મંજૂરી મળ્યા પછી જ હોર્ડીંગ/ બોર્ડ લગાવવાની પરવાનગી મળશે.
3. બોર્ડની ઊંચાઈ અને સ્થાન ટ્રાફિક સલામતી અને શહેરી સુરક્ષાના ધોરણો અનુસાર જ મંજૂર થશે.
4. મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર લગાવવામાં આવેલ હોર્ડીંગ બોર્ડ તાત્કાલિક દૂર કરવામાં આવશે તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ નિયમોનું પાલન કરી કાયદેસર રીતે હોર્ડીંગ લગાવે અને મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં સહકાર આપે.