Friday, July 18, 2025

ખનીજ માફીયા નો ત્રાસ: મોરબી ખાણ ખનિજ અધિકારીને જાનથી મારી નાંખવાની ધમકી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં ખનીજ ચોરી બેફામ થઈ રહી છે ચક્રવાત ન્યુઝ સતત આવા માફીયા પર કાર્યવાહી કરવા સમાચારો પ્રસિદ્ધિ કરી રહ્યા છે અને અનેક વખત ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ ની કામગીરી પર સવાલો ઉઠાવતા આવ્યા છીએ ત્યારે દૂધ પાઈને સાપ ઉછેર્યો હતો તે ડંખ તો મારવાનો જ તેવો ઘાટ સર્જાયો છે 

મોરબી ખાણ ખનિજ વિભાગના અધિકારીને લીઝ બાબતે અન્ય લોકો રજૂઆત કરવા આવેલ હોય જેને બાર બેસવાનું કહેતા એક ખનીજ માફીયા આરોપીને સારૂ ન લાગતા આરોપીએ ખાણ ખનિજ વિભાગના અધિકારીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

દુધ પાય ઉછેરલ સાપ માલીકને કરડે એ કહેવતને ખનીજ માફીયાઓએ સાર્થક કરી છે મોરબી ખાણ ખનિજ વિભાગના અધિકારીએ પહેલા ખનીજ માફીયાઓને મીઠી નઝર રાખી ઉછેર્યા આજે એજ ખનીજ માફીયા આપી રહ્યા છે અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી. ત્યારે મોરબીના લાલબાગ સરકારી વસાહતમા રહેતા અને ખાણ ખનિજ વિભાગમાં નોકરી કરતા જગદિશકુમાર સોમાભાઈ વાઢેર (ઉ.વ.૩૩) એ આરોપી સામતભાઈ કરમુર રહે. જામનગર વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતે ખાણ ખનીજ અધીકારી હોય જે આરોપી પોતે જાણતા હોય અને આરોપી પોતે બીજાની લીઝ બાબતે અન્ય લોકો સાથે રજુઆત કરવા આવેલ હોય જેઓને ફરીયાદીએ ઓફીસની બહાર બેસવાનુ કહેતા સારૂ નહિ લાગેલ અને ફરીયાદીએ આરોપીને અગાઉ ગેરકાયદેસર ખનન કરવા અંગે કેશ/દંડ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પ્રકારે ખનીજ અધિકારી ને તેમની જ ઓફિસમાં જઈ ધમકી આપવી એ યોગ્ય નથી અને આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર