Saturday, September 6, 2025

ખેલ મહાકુંભમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન શરૂ; વિજેતાઓને મળશે રોકડ સહિતના ઇનામો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધીમાં https://khelmahakumbh.gujarat.gov.in ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

સરકારના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્યકક્ષા, શાળાકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા અને રાજયકક્ષા સુધી અલગ- અલગ વયજૂથમાં વિવિધ ૩૯ થી વધુ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ તથા ઓપન એજ (સીનીયર) ગૃપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી ખેલ મહાકુંભની વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in ઉપર ૨૨/૦૯/૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. વિજેતાઓને રોકડ સહિતના ઇનામો મળશે.

પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જાતે અથવા કોલેજ મારફત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે ખેલાડીઓ શાળા કે કોલેજોમાં અભ્યાસ ન કરતાં હોય તેમણે જાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત શાળાકક્ષાએ યોજાતી અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથની ખેલ મહાકુંભની એથ્લેટીકસ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.

ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત ભાગ લેવા માટે ખેલાડીઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન થયા વગરના કોઇપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહિ. જેથી શાળા/કોલેજમાં ખેલાડીઓ વધુને વધુ ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લે તે માટે સત્વરે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર