મોરબી તાલુકા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ મોટી બરારના વિદ્યાર્થીઓ ચમક્યા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા ખેલ મહાકુંભ-2025 અંતર્ગત તારીખ 13-11-2025 ના રોજ મોટા દહીસરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષા ખેલ મહાકુંભનું આયોજન થયેલ.
તાલુકા કક્ષા આ ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ- મોટીબરારના વિદ્યાર્થીઓ હોંશભેર સહભાગી બન્યા હતા. આ સ્પર્ધામાં વિભિન્ન વય જૂથ અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓ જેમકે દોડ, ગોળાફેક,ચક્ર ફેક, લાંબી કુદ, બરછી ફેંક, જેવી અનેક સ્પર્ધાઓ યોજવામાં આવેલ. જેમાંથી મોડલ સ્કૂલ-મોટીબરારના 11 વિદ્યાર્થીઓ વિભિન્ન સ્પર્ધાઓમાં વિજેતા બની શાળા પરિવારનું ગૌરવ વધારેલ.આ તકે શાળાના બાળકોને યોગ્ય તાલીમ આપી તૈયાર કરવામાં શાળાના શિક્ષક સલમાનભાઈ તેમજ શિક્ષિકા ક્રિષ્નાબેન તેમજ સ્પર્ધામાં વિજેતા ઘોષિત થયેલ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય બી.એન.વિડજા તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.