ગુજરાતના અનેક શહેરોમાં અને ગામડામાં વાવાઝોડા અને ભારે વરસાદે તંત્રની નબળી કામગીરી ની પોલ ખોલી ને રાખી દીધી છે
મોરબી જીલ્લામાં વાવાઝોડાની વધુ અસર માળિયા પંથકમાં જોવા મળી છે માળિયાના નવલખી બંદર વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હોય અને વરસાદ વરસતા તંત્રની પોલ ખુલી જવા પામી છે એક માસ પૂર્વે ખુલ્લો મુકાયેલ ઓવરબ્રિજમાં ગાબડા પડી ગયા છે
માળિયા હાઈવે પર ખીરઈ ગામ નજીક ઓવરબ્રિજ બનાવી એકાદ માસ પૂર્વે જ ખુલ્લો મુક્યો છે જોકે પુલની ગુણવત્તાનું સર્ટીફીકેટ મેઘરાજાએ આપી દીધું છે મેઘ વરસતા જ તંત્રની પોલ ખુલી જવા પામી છે એક માસ પૂર્વે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે જેમાં અનેક ગાબડા પડી ગયા છે ત્યારે પુલની ક્વોલીટી સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...