હળવદના ખોડ ગામે યુવકને ચાર શખ્સોએ માર માર્યો
હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા યુવકને આરોપીઓ સાથે અગાઉ માથાકૂટ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને ચાર શખ્સોએ લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા ભુરાભાઈ માંડણભાઈ આલ (ઉ.વ.૩૫) એ તેમના જ ગામના આરોપી લાલાભાઇ કરશનભાઇ ગઢવી, રાજેશભાઇ કરશનભાઇ ગઢવી, ભરતભાઇ કરશનભાઇ ગઢવી, કુકાભાઇ કરશનભાઇ ગઢવી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ સાથે ફરીયાદીને અગાઉ માથાકૂટ થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે તથા પથ્થરના છુટા ઘા કરી મારમારી તથા આરોપીઓ લોખંડના ધારીયા લઈ આવી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.