મોરબી: હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈ કાલે સાંજના સમયથી મોરબી જિલ્લાનાં કેટલાક તાલુકાઓમાં અને મોરબી શહેરમાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા નીચે મુજબ નોંધાય છે.
માળિયા – 13 mm
મોરબી – 19 mm
ટંકારા – 5 mm
વાંકાનેર – 00 mm
હળવદ – 28 mm
હાલમાં પણ મોરબી શહેરમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને આગાહી મુજબ જિલ્લામાં વરસાદ વરસી શકે તેમ છે.

