વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાંથી 828 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં આવેલ એક વાડીના મકાનમાં વિદેશી દારૂની રેડ કરી 828 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ વડાએ એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા અને સર્વેલન્સ ટીમના માણસોના પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શિવરાજસિંહ વાળાને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે ગેલડીના વોકળા પાસે આવેલ આરોપીની વાળીના મકાનમાં વિદેશી દારૂની રેડ કરતાં 828 બોટલ વિદેશી દારૂ કિંમતી રૂ. 3,10,500 સહિત કુલ રૂપિયા 3,14,000 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આ કામગીરી દરમિયાન ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશ દારૂની 828 બોટલ સાથે સ્થળ પરથી ગોરધનભાઈ કરશનભાઈ પલાળીયા (ઉ.વ. 50, રહે. હાલ કોઠી, મુળ ખડગુંદા, ચોટીલા, સુરેન્દ્રનગર) ની ધરપકડ કરી અન્ય આરોપી જયંતિભાઈ પોલાભાઈ કોળીની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે…

વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઇ આર. પી. જાડેજા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, પો. કો. શિવરાજસિંહ વાળા, હરિશ્ચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા જગદીશભાઈ ગાબુ, અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img