મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના હરીપર કોયબા રોડ પર આવેલા માઇનર બ્રીજના ગાળા ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયા છે. જેથી કોયબાથી નવા કોયબા રોડ પર ભારે વાહનોને પસાર થવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.
