કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ મોરબી જિલ્લાના પ્રવાસે
મંત્રી આવતીકાલે ૧૫ જુલાઈના રોજ મોરબીમાં પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નો શુભારંભ કરાવશે
મોરબી: આવતીકાલે તારીખ ૧૫/૦૭/૨૦૨૩ના રોજ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ મોરબી જિલ્લાના પ્રવાસે છે. મંત્રી સવારે ૧૧:૩૦ કલાકે એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રામિણ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનો પ્રદર્શન સહ વેચાણ સંદર્ભે આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩ના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.