માળીયાના કુંભારીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય છ જુગારીને કુલ રૂ ૪૦,૨૦૦/- ના મુદામાલ સાથે સાત (૦૭) આરોપીઓને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમીના આધારે, જેસીંગભાઇ મહાદેવભાઇ દેગામાં રહે.ગામ કુંભારીયા વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે તેવી બાતમીના આધારે કુંભારીયા ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી બહાર થી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય છ આરોપી મળી કુલ સાત ઈસમો જેસીંગભાઇ મહાદેવભાઇ દેગામા, જયંતીભાઇ રામજીભાઈ કેલા, નાથાભાઇ શંકરભાઇ દેગામાં, ત્રિકમજીભાઇ રામજીભાઈ પંચાસરા રહે. ચારેય ગામ કુંભારીયા તા.માળીયા તથા ભગવાનજીભાઇ બચુભાઇ ધામેયા, કિશોરભાઇ હરજીભાઈ મેવાડા, રાજેશભાઇ ગોવિંદભાઇ ધંધાણીયા રહે. ત્રણે ખાખરેચી તા.માળીયા મી.વાળાને કુલ કિ.રૂ. ૪૦,૨૦૦/-ના મુદામાલ સાથે સાત ઇસમોને પકડી પાડી જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.