કચ્છ મોરબી હાઈવે રોડ પર સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂની 420 બોટલો સાથે એક ઝડપાયો
સુરજબારી ચેક પોસ્ટ પાસે, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી સ્કોર્પીઓ એન ગાડીમાં ભરેલ IMFL ની બોટલો નંગ-૪૨૦ કી રૂ.૫,૫૦,૮૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૧૫,૫૮ ,૮૦૦ /- ના મુદામાલ સાથે પધ્ધર પોલીસ સ્ટેશન તથા પ્રાગપર પોલીસ સ્ટેશન તથા જામનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લાંબા સમય થી પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીયાણા પોલીસને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, કચ્છ તરફથી મહિન્દ્રા કંપનીની સ્કોર્પીઓ એન રજી નં- GJ-03-ML-4507 વાળીમાં ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જનાર છે તેવી બાતમીના આધારે માળીયા મીંયાણા સુરજબારી ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર જરૂરી વોચ ગોઠવી બાતમીવાળી કાર મળી આવતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૪૨૦ કિ.રૂ.૫,૫૦,૮૦૦/ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧૫,૫૮,૮૦૦ ના મુદામાલ સાથે એક ઇસમ દિપકભાઈ ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી ઉ.વ. ૩૪ રહે. જામનગર વાળાને પકડી પાડી પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.