કચ્છ મોરબી હાઈવે રોડ પર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; 16 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત
કચ્છ-મોરબી હાઇવે રોડ ઉપર, અર્જુનનગર ગામના પાટીયા પાસે, એન્ડેવર ગાડીમા ભરેલ અલગ અલગ બ્રાંડની બોટલો નંગ-૪૭૦ કી રૂ ૬,૦૦, ૮૦૦/-તથા કાર મળી કુલ રૂ,૧૬,૦૦,૮૦૦/- નો મુદામાલ માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા (મીં) પોલીસ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુકત રીતે બાતમી મળેલ કે, કચ્છ-સામખીયાળી તરફથી એન્ડેવર ગાડી નં GJ-12-DG-9081 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જવાની હોય તેવી બાતમીના આધારે માળીયા મીં રેલ્વે ફાટક પાસે રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હોય તે દરમ્યાન બાતમીવાળી ગાડી પોલીસને જોઇ ગાડી યુ-ટર્ન વાળી ભાગવા જતા જેનો પીછો કરી અર્જુનનગર ગામના પાટીયા પાસે કાર રેઢી મુકી નાશી ગયેલ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૭૦ કિ.રૂ. ૬,૦૦,૮૦૦/- તથા એન્ડેવર કાર મળી કુલ કિમત ૧૬,૦૦,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓ પકડી પડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.