કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબી: કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર આરામ હોટલ સામે હાઈવે રોડ ઉપર ટ્રેક ચાલકે બેફિકરાઈથી ચલાવી બાઈકને હડફેટે લેતા બાઈક સવાર વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા નવા હજીયાસર મહુરવાસ મસ્જીદની બાજુમાં રહેતા અનવરભાઈ સિદીકભાઈ જેડા (ઉ.વ.૩૧) એ આરોપી ટ્રેઇલર રજીસ્ટર નંબર -જીજે-૧૨-બીઝેડ-૮૬૩૯ ના ચાલક વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ટ્રેઇલર રજીસ્ટર નંબર GJ-12-BZ-8639 ના ચાલકએ પોતાના હવાલાવાળુ ટ્રેઇલર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પિતા સિદીકભાઇ ગગાભાઇ જેડા (ઉ.વ.૬૦) કે જેઓ તેઓની માલિકીના મોટર સાયકલ રજીસ્ટર નં. GJ-36-AH- 3772 વાળુ ચલાવી જતા હતા તેની પાછળથી ઠોકર મારી હડફેટે લઇ ઉપર ચાડવી દઇ માથાના ભાગે ગંભિર ઇજાઓ કરી મોત નીપજાવ્યુ હતુ. જેથી આ બનાવ અંગે મૃતકના પુત્ર એ આરોપી ટ્રેઇલર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.