કચ્છ મોરબી હાઈવે ઉપર બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની 333 બોટલો સાથે એક ઝડપાયો
ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક કચ્છ-મોરબી હાઇવે ઉપરથી બ્રેજા ગાડીમાં ભરેલ વિદેશી દારૂની બોટલો નંગ-૩૩૩ કી રૂ. ૩,૮૯,૭૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૮,૦૪,૭૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની મારૂતી બ્રેઝા કારમાં ગેરૂ રીતે ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવે છે તેવી ચોકકસ બાતમીના આધારે માળીયા મીંયાણા ઓનેસ્ટ પોલીસ ચેક પોસ્ટ પાસે કચ્છ મોરબી હાઇવેરોડ ઉપર જરૂરી વોચ ગોઠવી બાતમીવાળી કાર મળી આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૩૩૩ કિ.રૂ.૩,૮૯,૭૦૦/-ના મુદામાલ સાથે એક ઇસમ સુરેશભાઈ અજાભાઈ ચૌધરી (ઉ.વ. ૧૯) રહે. કુડલા તા.જી. બાડમેર રાજસ્થાનવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સુરેશ ચુન્નારામ રહે. હાલ-ગાંધીધામ મુળ રહે. ચો.ચોહટન જી.બાડમેર રાજસ્થાનવાળાનુ નામ ખુલતા માળિયા મીયાણા પોલીસે પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.