મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા,અને ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું સાથે આ કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે લીંબુ વરિયાળી સરબતનું પણ વિતરણ કરવામાં આવેલ. તદ ઉપરાંત દાતા હસુભાઈ બી. પાડલિયા તરફથી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનાં માધ્યમથી એક દિવ્યાંગ ભાઈને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી.




