Monday, January 12, 2026

ટંકારાના લજાઈ હડમતીયા રોડ ઉપર સીએનજી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ પરથી સીએનજી રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે લજાઇ-હડમતીયા રોડ પર સી.એન.જી રીક્ષા નં-GJ-36-U-0890 વાળીમાં હેરાફેરી કરતા ત્રણ ઇસમો નુરમામદભાઇ સુલેમાનભાઈ સમા (ઉ.વ-૩૨) રહે.મોરબી-૦૨ વીસીપરા ક્રિસ્ચનના બંગલા પાસે મુળ ગામ-સામખીયારી તા-ભચાઉ જી-કચ્છ તથા રહીમભાઇ ઇશાકભાઈ નોતીયાર (ઉ.વ-૩૩) રહે.મોરબી-૦૨ વીસીપરા કુલીનગર -૦૨ તથા રાહુલભાઇ સુરાભાઇ વાઘેલા (ઉ.વ-૨૪) રહે. લજાઇ ગામથી હડમતીયા રોડ ઝુપડામા તા-ટંકારાવાળો કેફી પ્રવાહી ભરેલ બુંગીયા નંગ-૪૦ કેફી પ્રવાહી લીટર-૨૦૦ કી.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૯૦,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ છે તથા અન્ય એક શખ્સ કરીમભાઈ જામ રહે. વીસીપરા મોરબીવાળાનુ નામ ખુલતા તમાંમ ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર