લજાઈ ગામે મોબાઈલનો ટાવર ઉભો કરવા બાબતે વૃદ્ધને આપી જાનથી મારી નાંખવાની ધમકી
ટંકારા તાલુકાના લજાઈ ગામે વૃદ્ધના દિકરાના માલિકીના પ્લોટમાં ભાડા ઉપર મોબાઈલનો ટાવર ઉભો કરવાનો હોય જેથી બાજુમાં રહેતા આરોપીઓને સારૂ ન લાગતા ભેગા થય ધારીયા ધોકા વડે ભેગા થય કહ્યું કે ટાવરનું કામ અમે નહીં થવા દયએ જતા રહો નકર ધોકા અને ધારીયા વડે મારીને આ જગ્યામાં જ દાટી દેશું તેવી ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને મજરી કરતા આલાભાઈ દલાભાઈ ચાવડા (ઉ.વ.૬૮) એ આરોપી દીનેશભાઇ ભલાભાઇ સારેસા, ભલાભાઇ ગેલાભાઇ સારેસા, રતનબેન ભલાભાઇ સારેસા, શારદાબેન દીનેશભાઇ સારેસા રહે.બધા લજાઇ તા.ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા પ્રેમજી આલાભાઇના માલીકીનો લજાઇ ગામમાં ધોબીઘાટની બાજુમાં મિલકત નં-૯૪૯ નો પ્લોટ આવેલ હોય જેમાં માસિક રૂ.૧૨૫૦૦/-ના ભાડા ઉપર ઇન્ડસ ટાવર્સ કંપની લીમીટેડ મોબાઇલનો ટાવર ઉભો કરવાનો હોય અને આ પ્લોટની બાજુમાં રહેતા આરોપીઓ પોતાના ઘર પાસે ભેગા થયેલ હોય અને આરોપીઓએ ફરીયાદી તથા ફરીયાદીના પત્નિ જયાબેન ને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી તેમજ હાથમાં ધોકા લઇને આવી ફરીયાદી તથા ફરીયાદીના પત્નીને “ટાવરનું કામ અમે કરવા દેશુ નહી અહીયા થી જતા રહો તમને આ ધોકા અને ધારીયા વડે મારીને આ જ જગ્યામાં દાટી દઇશુ. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.