વાંકાનેરના લાકડધાર ગામેથી વિદેશી દારૂની 52 બોટલો સાથે એક ઝડપાયો
વાંકાનેરના તાલુકાના લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે પાવર હાઉસ સામે ખરાબમાંથી વિદેશી દારૂની ૫૨ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન વાંકાનેરના તાલુકાના લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે પાવર હાઉસ સામે ખરાબમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૫૨ કિં રૂ. ૬૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ચેતનભાઈ મનસુખભાઇ અણીયારીયા (ઉ.વ.૨૨) રહે. લાકડધાર ગામ તા. વાંકાનેરવાળાને ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ રામદેવસિંહ રહે. રાયસંગપરવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.