મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજને I.I.Tનો દરજ્જો આપવા મુખ્યમંત્રીને રજૂઆત
ગુજરાત ભરમાં સૌથી જુની સૌરાષ્ટ્રની તે સમયની એક માત્ર લખધીરજી એન્જીનીયરીંગ કોલેજને I.I.Tનો દરજ્જો આપવા માટે જનરલ સેક્રેટરી નેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમા જણાવ્યું છે કે ભારત ભરમાં જૂની એન્જીનીયરીંગ કોલેજ માહેની એક અને સૌરાષ્ટ્રની સૌથી જૂની એવી એક માત્ર સરકારી એન્જીનીયરીંગ કોલેજ જે મોરબીમાં આવેલી લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ છે.
મોરબીના મહારાજાની તે સમયે શિક્ષણ પ્રત્યે ના પ્રેમ ના કારણે તેઓ એ પોતાનો રાજમહેલ કે જે નજરબાગ પેલેસ તરીકે જાણીતો હતો તે મહેલ આ એન્જીનીયરીંગ કોલેજ બનાવવા માટે આ કોલેજ ને આપેલ હતો, તે ઉપરાંત ઘણી બધી જગ્યા પણ આ કોલેજને આપેલ હતી જે હાલ માં આ કોલેજ પાસેજ છે. આટલી મોટી જગ્યા ભાગ્યે જ અન્ય કોલેજ પાસે હશે.
આ નજર બાગ પેલેસ તરીકે ઓળખાતા મહેલની મરામત માટે અમોએ વારંવાર રજુઆતો કરેલ છે. સરકારે હકારાત્મક અભિગમ અપનાવેલ છે. છતાં પણ ક્યાં કારણો સર આ કામ શરુ થતું નથી? અને શા માટે આ કામ ગોકળ ગાય ની ગતિ થી પણ ઓછી ગતિ એ પત્ર વ્યવહાર થઇ રહ્યો છે.? કોણ એવું છે કે જે નથી ઇચ્છતું કે આ બિલ્ડીંગ ની મરામત થાય? તે તપાસ નો વિષય છે. અમારી માંગણી છે કે આ મરામત ની કામગીરી તાત્કાલિક થવી જોઈએ. હવે થઇ રહેલો વિલંબ વિના કારણ હોય તેવું જણાય છે. તો આ બાબતે યોગ્ય કરવા વિનતી,
બીજું કે મોરબીમાં આવેલ એન્જીનીયરીંગ કોલેજ પાસે ખુબજ મોટી જગ્યા અને બિલ્ડીગો આવેલા છે, તેની સામે એન્જીનીયરીંગ ના કોર્ષ અને વિધાર્થીઓની સંખ્યા ખુબજ ઓછી છે. તેના કારણ માં અમારા જાણવા મુજબ એકતો ઓછો સ્ટાફ છે. અને જવાબદારો દ્વારા કામ નકરવાની માનસિકતા તથા કદાચ આ કોલેજ કોઈ પ્રાઇવેટ સંસ્થાને સોપવાનો એજન્ડા સાથેતો કામ નથી થઇ રહ્યું ને? તેવું અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીનો માં ચર્ચા થઇ રહી હતી. કારણ કે મોરબી સમગ્ર ભારત માં સીરામિકક્ષેત્રે અગ્રેસર હોય ત્યારે મોરબી ની કોલેજ માં સિરામિક એન્જીનીયરીંગ નો ડીગ્રી કોર્ષ ના હોય તે ખુબજ દુઃખ ની વાત છે. અહી સરામિક માટે ની અધતન લેબોરેટરી પણ થઇ શકે તેમજ છે. પરંતુ શા માટે નથી થતું તે મોટો પ્રશ્ન છે.
મોરબીની કોલેજમાં ઘણા બધા કોર્ષો ચાલુ કરી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર છે. છતાં કઈ થતું નથી તો અમારી માંગણી છે.કે આ એતિહાસિક ધરોહર ને જીવતી રાખવા અને તેનો વિકાસ કરવા માટે આ કોલેજ ને I.I.T. નો દરરજો આપીને આનો વિકાસ કરવા યોગ્ય કરવા વિનંતી. અમારી લાગણી ને યોગ્ય ગણી આ બાબતે હકારાત્મક રીતે વિચારીને I.I.T. બનાવવા યોગ્ય કરવા રજૂઆત કરી છે.