લખધીરગઢ ખાતે પ્રાથમિક શાળાની બાળાઓને સેલ્ફ ડિફેન્સ અંગે તાલીમ અપાઈ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત લખધીરગઢ પ્રાથમિક શાળામાં સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી દ્વારા દીકરીઓને આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો અને દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયાલિસ્ટ રાજદીપભાઈ પરમાર દ્વારા વિધાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સ અંગે વિવિધ ટેકનિક અને દાવોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. દીકરીઓમાં આત્મવિશ્વાસ અને સુરક્ષા અંગે નવી જાગૃતિ આવે અને દીકરીઓ પોતે સશક્ત બને તેવા હેતુ સાથે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, શાળાના આચાર્ય અને શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.