મોરબી: લાલબાગ પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં આવેલ લાલબાગ ગેટ પાસે સીધ્ધેશ્વર મહાદેવના મંદિર પાસે ચાની લારી પાસેથી પ્રૌઢનુ કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઈ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ લાલબાગ વિસ્તારમાં વર્ધમાન સોસાયટીમા મકાન નંબર 31 માં રહેતા અને વેપાર કરતાં નીતિનભાઈ દેવરામભાઈ કતરાણી (ઉ.વ.૫૮) એ આરોપી અજાણ્યા ચોરી સમી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીનું હોન્ડા કંપનીનું મોપેડ રજીસ્ટર નંબર જીજે-36-એ.ક્યુ-6108 વાળુ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.