મોરબીના લાલપર ગામ પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના લાલપર ગામે સામે શ્રી હરી ચેમ્બર પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના લાલપર ગામ સામે શ્રી હરી ચેમ્બર પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ. ૭૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી મયુરભાઈ વીરજીભાઈ ડાંગરોણીયા (ઉ.વ.૩૫) રહે. રવાપર રોડ ક્રાષ્ના સ્કૂલ વાળી શેરીમાં મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.