છેલ્લા 14 માસથી વચ્ચગાળાના જામીન પર ફરાર આરોપી હળવદથી ઝડપાયો
મોરબી: છેલ્લા ૧૪ માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી સબ જેલના કાચા કામના કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ દીન-૩ના વચગાળાના જામીન રજા ઉપર જેલ મુક્ત થયેલ જેને મોરબી જેલ ખાતે તા. ૦૧/૦૯/ ૨૦૨૪ નારોજ હાજર થવાનું હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થઇ ગયેલ હોય જે કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ રહે. મધ્યપ્રદેશ વાળાને ખાનગી બાતમી આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી મળી આવતા પકડી પાડી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.