છેલ્લા છ માસથી વચ્ચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો
મોરબી: દોઢ વર્ષની બાળકીના અપહરણના કેસમાં મોરબી સબ જેલમાં રહેલા કાચા કામના આરોપીને વચ્ચ ગાળાના જામીન પર મુક્ત કરવામાં આવેલ હોય વચ્ચ ગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય ને ફરાર થઈ ગયેલ હોય તે આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ તથા મોરબી એલસીબીએ ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ આવા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે દોઢ વર્ષની બાળકીના અપહરણ કેશમાં મોરબી સબ જેલમા રહેલ કાચા કામના આરોપી મનોજ ઉર્ફે ટેટીયા ડેલસીંગ તોલીયાભાઇ મોહનીયા ઉ.વ.૨૨ રહે.હાલ જામનગર લાલપુર બાયપાસ રોડ જલ્સા હોટલ પાછળ ઝુંપડામાં તાજી. જામનગર મુળ ગામ બળખોદરા તા.ગંધવાની જી.ધાર એમ.પી વાળાને વચગાળાના તા.૨૦/૦૧/૨૦૨૨ થી તા. ૨૨/૦૩/૨૦૨૨ સુધી મુકત કરવામાં આવેલ હોય જે કાચા કામના આરોપીને તા. ૨૨/ ૦૩/૨૦૨૨ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ મજકુર આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી હકીકત આધારે જામનગર લાલપુર બાયપાસ રોડ જલ્સા હોટલ પાછળ ઝુપડામાંથી તા.૧૬/૦૯/૨૦૨૨ ના રોજ મળી આવતા હસ્તગત કરી કોવીડ-૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી મોરબી સબ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.