મોરબી:મોરબીનાં લાતીપ્લોટ મેઈનરોડ પર ભુગર્ભ ગટરના દુર્ગંધ મારતાં ગંદા પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે અનેક વખત સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી નથી
ઉલટું વરસાદી માહોલ માં સમસ્યાઓ ઘટવાને બદલે વધતાં સ્થાનિક લોકો સહિત રોડ રસ્તા પરથી નીકળતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ રોડ પર જીઇબીની લાઈટ બિલ ભરવાની ઓફિસ આવેલી હોય અહી લાઈટ બિલ ભરવા માટે આવનારા લોકોને ઓફિસ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે
તંત્ર દ્વારા વહેલી તકે લાતીપ્લોટ મેઈનરોડ પર સતત વહેતા ગંદા પાણીનો કાયમી ઉકેલ લાવી તંત્ર વ્હેલી તકે લોકોને પડતી મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવે તેવી લોક માગણી ઉઠી છે
