મોરબી: મોરબી જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવુ લાગી રહ્યું મોરબીમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસ ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર ભૂંગરા બટેટાની લારી ધરાવતા યુવકે વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણીમાં વ્યાજખોર અને જામીન પડેલા શખ્સે યુવકનું અપહરણ કરવા કોશિશ કરી યુવકને છરીના ઘા ઝીકી દિધા હતાં. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં જાણે લુખ્ખા તત્વોને ખાખીનો ખૌફ ન હોય તેવી રીતે રેઢીયાર સાંઢની માફક ફરી રહ્યા છે હજી ગઈ કાલના રોજ મોરબીમાં ફુટવેરના વેપારીએ પૈસા માંગતા એક ઈસમે વેપારીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે આજે મોરબીના રવાપર રોડ ઉપર ૐકાર હાઈટ્સ ફ્લેટમાં રહેતા અને રવાપર રેસિડેન્સીના ગેઇટ પાસે ભૂંગરા બટેટાની લારી ધરાવતા નીલ ભરતભાઈ વસાણીએ શનાળા રહેતા આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા પાસેથી તેના મિત્ર જયરાજ ઉર્ફે જીગો ગોગરાને વચ્ચે રાખી નવેક મહિના પહેલા રૂપિયા ૩ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હોય જે તાત્કાલિક પરત આપવા અથવા વધુ વ્યાજ ચૂકવવા બન્ને દબાણ કરતા હતા. તે દરમિયાન ગઈકાલે રાત્રે ફરિયાદી નીલ ભરતભાઈ વસાણી તેના પિતા સાથે ભૂંગરા બટેટાની લારીએ હતો ત્યારે આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા અને જયરાજ ઉર્ફે જીગો ગોગરા આવ્યા હતા અને વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી મારામારી કરી હતી અને આરોપી જીગો ઉર્ફે જયરાજ ગોગરાએ છરી વડે નીલ ભરતભાઈ વસની ઉપર હુમલો કરતા તેના પિતા સહિતના લોકો વચ્ચે છોડવવા જતા નીલને પરાણે સ્કોર્પિયોમાં બેસાડવા કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નીલ વસાણીએ આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા અને જયરાજ ઉર્ફે જીગો ગોગરા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૭,૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને ગુજરાત નાણાં ધીરધારની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ તથા મહાનગરપાલિકા ના એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત સખી મંડળની બહેનો તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ તથા આજીવિકા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા સખીમંડળની બહેનો તથા યોજનાકીય...
હળવદ તાલુકાના સાપકડા ગામે ચોરે રહેણાંક મકાનને ધોળા દિવસે નીશાને બનાવી રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ કિં રૂ.50 હજારના મુદ્દામાલની ચોરી કરી ચોર ઈસમ લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતી કરતા લક્ષ્મણભાઈ રતુભાઈ જાંબુકીયા (ઉ.વ.૪૮)એ...
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કંઝારીયા કંપનીમાં પોલીસીંગ યુનિટમા ટાઇલ્સ ઉપાડવાની ફોર ક્લીપના ડ્રાઈવરે મહિલાને ઠોકર મારતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પતિએ આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીપુર રોડ પર આવેલ કંઝારીયા વીટ્રીફાઇડ કંપનીની લેબર કોલોનીમાં રૂમ નં...