મોરબીના લક્ષ્મીનગર ગામે મોબાઈલ ટાવરમાંથી 30 હજારના કોપર કેબલની ચોરી
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ રામદેવ હોટલ પાસે લાગેલ મોબાઇલ ટાવરમાંથી અંદાજે 30 હજારના કોપર કેબલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગરમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દેખરેખ હેઠળ આવેલ મોરબી તાલુકા લક્ષ્મીનગર ગામ પાસે રામદેવ હોટેલ પાસે આવેલ ટાવર આઇ.ડી ૧૨૯૦૮૫૧ વાળામાંથી અલગ-અલગ માપ-સાઈઝના કોપર કેબલ આશરે રૂપિયા ૩૦,૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.