ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય છતાં પણ લોકો કેફી પદાર્થોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે તેમજ શેરીએ ગલીએ દારૂનું વેચાણ થતું હોય અને ઘણીવાર તો રસ્તા પર જ પીધેલી હાલતમાં ગોથા મારતા દારૂડિયાઓ જોવા મળે છે.
આવી જ રીતે ગોથા મારતા બે ઇસમો આજ રોજ રાત્રિ નાં સમયએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નશાની હાલતમાં બે ઈસમો ઘૂસી આવ્યા હતા. પી.એસ.ઓ ની ચેમ્બરમાં આવીને અનાબ સનાબ બકતા હતા. ત્યારે પી.એસ ઓ. દ્વારા તેમને ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા પછી પંચને બોલાવી તેમનું નામ ઠામ પૂછતા તેઓ વજેપર શેરી નંબર 14 માં રહેતા બન્ને ભાઈઓ (૧) ભાવેશભાઈ હીરાભાઈ સાવરીયા અને (૨) દિનેશભાઈ હીરાભાઇ સાવરીયા હોય ત્યારે પોલીસ દ્વારા આરોપી (૧) ની પ્રોહિબિસન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ આરોપી (૨) ની અલગ થી ફરિયાદ લઈ ને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
