Friday, January 23, 2026

મોરબીના આંદરણા ગામે LIC પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના આંદરણા ગામે તાજેતરમાં જીવન વીમા એજન્ટ ખીમજીભાઈ હીરાભાઈ ચાવડા દ્વારા સરપંચના સહયોગથી વિનામૂલ્યે LIC પોલિસી સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વીમા એજન્ટ ખીમજીભાઈ ચાવડાએ વીમા પોલિસીમાં મળવાપાત્ર તમામ લાભો, બંધ રહેલી વીમા પોલીસીને ફરી ચાલુ કરવા, પોલિસીમાં કેટલી લોન મળશે તેના પર કેટલું વ્યાજ લાગશે ? હાલમાં પોલિસીમાં કેટલી લોન બાકી અને વ્યાજ કેટલું તેમજ ક્યારે ભરપાઈ કરવું ? પ્રીમિયમના હપ્તામાં ફેરફાર કરવા, પોલિસીની લોન સંપૂર્ણપણે ભરપાઈ કર્યા બાદ ઓરીજનલ પોલિસી દસ્તાવેજ પરત મળી ગયો ? બૅંક, ફાયનાસન્સ કંપનીમાં પોલિસી સિકિયોરિટી હેતુથી ગીરવે મૂકી શકાય ? પોલિસીમાં મળવાપાત્ર મનીબેન્કના તમામ હપ્તા સમયસર મળવા, પોલિસીમાં બોનસની માહિતી, શેરબજાર આધારિત પોલિસીની ફંડ વેલ્યુ અને પોલિસીમાં પાકતી રકમ ક્યારે મળવી તે સહિતના વીમા પોલીસીને લગતા તમામ મુંઝવતા પ્રશ્નોના નિરાકરણની વિસ્તૃત સમજણ આપી હતી. જેમાં ગામલોકોનો ખુબ સારો પ્રતિસાદ રહ્યો હતો. જે બદલ વીમા એજન્ટ ખીમજીભાઈ ચાવડા અને LICના વિકાસ અધિકારી ધવલભાઈ સેજપાલએ સરપંચ તેમજ ગામલોકોનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર