મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ હોય જે આરોપીને મોરબી પેરોલ ફ્લો સ્કવોડ,અને મોરબી એલસીબીએ ઝડપી પાડેલ છે.
પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સમગ્ર રાજયમાં ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ મોરબી જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને તેમજ જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમોને મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપી જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા સુચના કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબીનાઓ સાથે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા/જેલ ફરારી આરોપીને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના આઇપીસી કલમ-૩૦૨ મુજબના ગુનાના કામના આરોપી સંદિપભાઇ ઉર્ફે લાલો રમણીકભાઇ ડોડીયા જાતે રજપુત ઉવ. ૨૮ રહે. મોરબી વિધ્યુતનગર દસ ઓરડીમાં તાજી.મોરબી વાળાને નામદાર સેસન્સ કોર્ટ, મોરબીનાઓએ તા.૩૦/૧૨/૨૦૧૯ ના રોજ આજીવન કેદની સજા કરેલ હોય જે આરોપી પાકા કામના કેદી નં- ૪૭૩૨૮ તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય જે પાકા કામના કેદીએ નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતે દિન-૧૦ ના વચગાળાના જામીન મેળવી મુકત થયેલ જે આરોપીને તા. ૩૧/૦૮/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ પાકા કામનો કેદી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી મોરબી વિધ્યુતનગર ખાતે તેના રહેણાંક મકાન ખાતે આવેલ હોવાની હકિકત આધારે તેના રહેણાંક મકાન ખાતેથી પકડી પાડી કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલવા તજવીજ કરેલ છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી - મોરબી આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ -2025 ની ઉજવણી કરવામાં આવી.
જેમાં મોરબી જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના 6 વિદ્યાર્થીઓએ ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા,...
મોરબી ખાતે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ માં 21 થી 59 એજ ગ્રુપમાં રાસ સ્પર્ધામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય અને શહેરની વિવિધ પ્રાથમિક શાળામાં નોકરી કરતા અને અન્ય ગૃહિણી એમ કુલ 16 બહેનો દ્વારા બનાવેલ રંગીલું હળવદ ટીમે ભાગ લીધેલ હતો .જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકા માંથી...