Friday, April 3, 2026

મોરબીના લીલાપર રોડ ઉપર માનસિક બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના લીલાપર રોડ વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવતીએ માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

મળતી માહિતી મુજબ, આરતીબેન વાલજીભાઈ ખેંગારભાઈ પરમાર ઉવ.૨૫, રહે.લીલાપર રોડ વિલ્સન પેપરમિલની બાજુમાં રોમ સીરામીક સામે ઇંટોના ભઠ્ઠા પાસે તા.જી. મોરબી વાળા છેલ્લા એક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમની દવા ચાલુ હતી. ત્યારે ગઈકાલ તા.૧૩/૦૨ના રોજ પોતાના રહેણાંક મકાનના રૂમમાં છતના પતરા નીચે આવેલી લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર