મોરબીના લીલાપર રોડ પર રાધેશ્યામ પેપર મીલમાં મશીનમાં પડી જતા યુવકનું મોત
મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતી વખતે મશીનમાં પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં રહેતા વિવેક જમાહીરલાલ ચમાર (ઉ.વ.૧૯) નામનો યુવક રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતો હોય તે વખતે મશીનમાં પડી જતા ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.