મોરબીના લીલાપર રોડ પર કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ સગીરાનો આપઘાત
મોરબીના લીલાપર રોડ પર પાંજરાપોળની સામે ન્યુ વરીયા પ્રજાપતિ નળીયાના કારખાનાની ઓરડીમાં સગીરાએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોંત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પાજરાપોળની સામે ન્યુ વરીયા પ્રજાપતી નળીયાના કારખાનામાં રહેતા જીતેશભાઇ પ્રભુભાઈ સીતાપરાની દિકરી સંજનાબેન ઉ.વ.૧૬ વર્ષ વાળીએ કારખાનાની ઓરડીમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોંત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.