લીલાપરથી બુટવડા ગામ તરફ જવાના રસ્તે પડતર જગ્યામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો
મોરબી: લીલાપર ગામથી બુટવડા ગામ તરફ જવાના રસ્તે નદીના પુલ પાસે પડતર જગ્યામાંથી મોટરસાયકલ વડે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ૭૨ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ લીલાપર ગામથી બુટવડા ગામ તરફ જવાના રસ્તે નદીના પુલ પાસે પડતર જગ્યામા આરોપી સંજયભાઈ મોતીભાઈ ગોલતર (ઉ.વ.૨૪) રહે. બાઈસાબગઢ તા. ધાંગધ્રાવાળાએ ગેરકાયદેસર રીતે પોતાના હીરો કંપનીના એચ.એફ. ડિલક્સ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-13-AQ-9276 કિં રૂ.૨૫૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૨ કિં રૂ. ૨૭૦૦૦ હેરાફેરી કરતા તથા મોબાઇલ નંગ -૧ કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ.૫૭,૦૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.