Sunday, January 11, 2026

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આરોગ્ય વર્ધક અને શક્તિ વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ જનતા જનાર્દન માટે તેમનુ આરોગ્ય અને શારીરિક તંદુરસ્તી સારી રહે તે માટે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ પાસે ૧૯ પ્રકારની આયુર્વેદિક વસ્તુઓથી આ આયુર્વેદિક ઉકાળો બનાવવામાં આવ્યો હતો જે સત્યેશ્વર મહાદેવ મંદિરે સવારના ૬/૩૦ થી ૧૦/૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ અને વટેમાર્ગુઓ ને પાવામાં આવતો હતો.

આ આયુર્વેદિક ઉકાળો બનાવવામાં પુજારી પિન્ટુગિરી મહારાજ અને તેમના ધર્મપત્ની અવિરત સેવા હતી આ ઉકાળો પાવાની શુભ શરૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા પાસ્ટ પ્રમુખ લા ટી સી ફુલતરિયા અને લાયન સભ્યોના હસ્તે કરવામાં આવી સતત આઠ દિવસ સુધી આશરે ૧૧૦૦ વ્યક્તિઓને સેવાભાવી સભ્યો દ્વારા પાવા માટે હાજરી આપી હતી જેમાં લા મહાદેવભાઈ ચિખલિયા લા. મણીલાલ જે કાવર

ખજાનચી લા. ચંદુભાઈ કુંડારિયા તથા કાનજીભાઈ શેરસિયા અને pfvdg લા રમેશભાઈ રૂપાલા એ સેવા સહકાર આપ્યો હતો. જેમાં પહેલુ સુખ તે જાતે નર્યા સૂત્ર ને સાર્થક કરી પુર્ણ કરવામાં આવ્યો તેમ મંત્રી લા કેશુભાઈ દેત્રોજા અને પાસ્ટ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી મા જણાવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર