લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ચાલતા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટીફીકેટ વિતરણ કરાયા
સેવા સહકાર અને સહયોગ ને ચરિતાર્થ કરતા કાયમી પ્રોજેક્ટ અંતર્ગત નવલખી રોડ પર આવેલા રામનગર શ્યામનગર સોસાયટીમાં ૧૭ સતર સામાન્ય પરિવારની લાભાર્થી બહેનોને ત્રિમાસિક કોર્ષ પુરો થતા તેઓને રોજગારી મળી રહે અને સમાજમાં ઉંચુ સ્થાન મેળવે તેવી લાગણી સાથે કેન્દ્ર સંચાલિકા ક્રિષ્નાબાના માતુશ્રીના હસ્તે દિપ પ્રાગટય કરી લાયન્સ કલબના સભ્યો અને વૈદ એમ.ડી.જાડેજાની હાજરીમાં સિવણ સર્ટીફીકેટનુ વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય કાર્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ પાસ્ટ ડી ગવર્નર લા રમેશભાઈ રૂપાલા અને ઝોન -૫ ના ચેરમેન લા કેશુભાઈ દેત્રોજા તથા પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયાએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે સિવણ કેન્દ્રો ચાલે છે જેમાં સિવણ મશીનના દાતા પાસ્ટ ખજાનચી લા મણીલાલ જે કાવર છે. પાસ્ટ પ્રેસિડેન્ટ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા એ બહેનોને સ્વનિર્ભર બન્નો તેમજ બીજાને પણ ઉપયોગી બનો એવી ભાવના વ્યક્ત કરી અને આ કેન્દ્ર ની લાભાર્થી બહેનોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્યો મણીલાલ જે કાવર નાનજીભાઈ મોરડીયા ચંદુભાઈ કુંડારિયા અને સંચાલિકા બહેનો ક્રીષનાબા અને જાગૃતિ બેનના હસ્તે વિતરણ કરવામાં આવ્યા તેમ પાસ્ટ પ્રેસિડેન્ટ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદીમા જણાવવામાં આવે છે