Thursday, March 5, 2026

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા એક દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયશીકલ અપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હંમેશા સેવા સહકાર ની ભાવના સાથે સેવાકીય પ્રોજેક્ટ કરી રહ્યું છે જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દાતા લા. હસુભાઈ પાડલિયા તરફથી આ ટ્રાયસિકલ તેમના પાટીદાર મેડિકલ સાધન સહાય ઓફિસ શકત શનાળા ખાતે આપવામાં આવી .

આ સેવાકીય પ્રોજેક્ટમાં પાસ્ટ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા લાયન સભ્યો ઉપેશભાઈ પાડલિયા ચેતનભાઈ રાબડીયાની હાજરીમાં લાભાર્થી વસ્તાભાઈ ભવાનભાઈ ચાવડાને આપવામાં આવી આ સેવાકીય પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના તમામ સભ્યોએ શુભ સંદેશો પાઠવ્યો હતો વસ્તાભાઈને ટ્રાયસિકલ આપી ફુલહારથી અભિવાદન કરી તેઓ સમાજમાં હરીફરી શકે તેવી ઉમદા ભાવના સાથે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર