મોરબી: નવરાત્રીનાં પાવન પર્વમાં હાલના સાંપ્રત સમયમાં પણ ગ્રામીય અને પરા વિસ્તારની ઘણી ગરબી મંડળના આંયોજકો એ હજુ પણ પ્રાંચીન ગરબી અને નવરાત્રી પર્વની પવિત્રતા જાળવી રાખી છે.
જેમાં માળીયા (મી.) ગામમાં પોલિસ લાઈન ખાતે શીતળા માતા ગરબી મંડળ આશરે 125 વર્ષ પહેલાથી પ્રાચીન ગરબીનું સુંદર આયોજન થઈ રહીયુ છે. જેમાં પોલિસ લાઈનના સેવાભાવી કર્મચારી ભાઈઓ દ્વારા ખુબ સુંદર આયોજન થાય છે.
આંનદની અને નોંધનીય વાત તો એ છેકે માળીયા ગામમાં વધીને 1% હિન્દૂ ની વસ્તી છે.આમ છતાં આજે 125 વર્ષ થી એજ આસ્થા અને પવિત્ર ભાવનાથી નાની નાની બાળાઓ અને માય ભક્તો દ્વારામાં ભગવતીની ભક્તિ આરાધના અવિરત ચાલે છે. જેમાં ગામની આશરે ૧૨૦ બાલિકા સાથે માળીયા ગામની મુસ્લિમ પરિવારની ૪૦ જેટલી નાની બાળાઓં પણ હોસે હોસે માના ગુણગાન ગાવા, ગરબે રમવા આવે છે.
લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી વતી આં તમામ બાળાઓને સન્માન કરવા ભેટ રૂપે લાણી કરવામાં આવી છે.
તેવીજ રીતે મોરબીના નવલખી રોડ ખાતે આવેલ રણછોડ નગરમાં શાઈ મંદિર અને હનુમાનજી મંદિરમાં પણ ગરબી નું આયોજન થાય છે આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં આશરે આ વિસ્તારની ૧૦૫ બાળાઓ ગરબી રમવા આવતી હોય આ નાની નાની બાળાઓને લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા ભેટ આપી એનું સન્માન કરવામાં આવેલ જ્યારે આવી જ રીતે સત્યેશ્વર મહાદેવ મંદિરે શિવશક્તિ ગરબી મંડળની આશરે ૫૦/- જેટલી બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને નજરબાગ તરફથી દરેક બાળાઓ નું તિલક કરી રોકડ પુરસ્કાર આપી સન્માન કરી દરેક દીકરીને દાંડિયા, ટીશર્ટ, આપી નાસ્તો કરાવવામાં આવ્યો.
આમ શહેરની અલગ અલગ પ્રાચીન ગરબીઓમાં લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળાઓને લાણી આપી પ્રોત્સહિત કરવામાં આવી.
આ તકે લાયન્સ ક્લબ મોરબી પરિવાર માંથી લાયન તુષાર દફતરી, લાયન મનીષભાઈ આદરોજા, લાયન જયેશભાઈ, લાયન કે.પી. ભાગિયા સાહેબ ખજાનચી મણીલાલ કાવર, લાયન પ્રાણજીવન રંગપરીયા, લાયન જયેશભાઈ સંઘાણી, લાયન માદેવભાઈ ચીખલિયા, તેમજ દાતા બાલાજી જવેલર્સ વાળા પંકજભાઈ બાવરવા, તથા જીતેન્દ્રભાઈ ગણેશ ભાઈ વિરમગામા જેવા દાતાશ્રી લાયન્સ કલબના દાતાશ્રીઓ એ હાજરી આપવામાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ નાં ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા ખાસ હાજર રહી આયોજકોનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું તેવું મોરબી સીટીના સેક્રેટરી ટી. સી. ફુલતરીયાએ જણાવેલ.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...