મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં ખજાનચી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ નાં પ્રમુખ ટી.સી. ફુલતરિયા તેમજ મનીશાબેન ત્રિભોવનભાઈ ફૂલતરીયા પરિવારના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલનાં ઉપક્રમે વિના મુલ્યે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્ય પીપળીયા ચાર રસ્તા, કેપી ટેક નોનવુવન ઈન્ડિયા પ્રા.લી. કમ્પની ખાતે યોજાયો , આ કેમ્પમાં કુલ ૧૩૩ દર્દીઓને ચેકપ કરવામાં આવ્યા અને તેમાંથી ૨૫ જેટલા લોકોને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા અને ૩૩ જેટલા ઓર્થોપેડીક વિભાગમાં લોકોને તપાસતા જેમાંથી ૧૦ જેટલા લોકોને વધારાની સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા.
આ કેમ્પમાં ઉપસ્થિતિ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ)નાં દ્વિતિય વાઈસ ડિષ્ટ્રિકટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ આ કેમ્પનાં દાતા લાયન ટી.સી. ફુલતરીયા પરિવારનો આભાર વ્યક્ત કરેલ સાથે તેમણે જણાવેલકે આ વિના મૂલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ દર મહિનાની દશ તરીખે પીપળીયા,ચોકડી, ખાતે માળિયા તેમજ આમરણ ચોવીસીનાં છેવાડાનાં લોકો માટે આ સેવા કેમ્પ યોજાશે. તો આ કેમપનો વધુને વધુ લોકો લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવા ઊપસ્થિત સર્વેને વિનંતી કરેલ
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી....
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...