લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ નો સપથ ગ્રહણ સમારોહ પ્રારંભ નું આયોજન હોટેલ લોર્ડ્સ ઇકો ઈન ખાતે સમ્પન્ન થયો. સાથે લાયન્સ કલ્બ ઓફ મોરબી સિટી દ્વારા એક નવી લિયો ક્લબ મોરબી સિટી સ્પાર્ક ને સ્પોનસર કરવામાં આવી.
વર્ષ ૨૦૨૧-૨૨ નાં પ્રમુખશ્રી ત્રિભોવન ભાઈ ફૂલતરીયા નો કાર્યકાળ પૂરો થતાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી નાં નવા પ્રમૂખ તરીકે લા. જગદિશભાઈ કાવર, ઉપપ્રમુખ ડો.અશ્વિનભાઈ બરાસરા તથા મનસુખભાઈ જાકાસનીયા અને સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા તથા ચંદુભાઈ કુંડારિયા અને ખજાનચી લા. ત્રિભોવનભાઈ ફુલતરિયા, તથા મહાદેવભાઇ ચિખલિયા તેમજ નવી ટીમના સર્વે લાયન્સ હોદેદારો તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સ્પોનસર લિયો કલબ ઓફ મોરબી સ્પાર્ક નાં ચાર્ટર પ્રમૂખ તરીકે ક્રિષ્ના રૂપાલા સેક્રેટરી તરીકે ખ્યાતિ ભીમાણી,ખજાનચી તરીકે પ્રિન્સ દેત્રોજા ને ઈન્ટરનેશનલ લાયન્સ કલબ Dist.૩૨૩૨- જે નાં પુર્વ ગવર્નર એવા LNM હોસ્પિટલ ભુજ નાં ચેરમેન ભરતભાઈ મહેતાએ સપથ લેવડાવ્યા તેમજ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ Dist.૩૨૩૨- જેનાં પુર્વ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરીયે કલબમાં નવા જોડતા સર્વે મેમ્બરોને તેમજ લિયો ક્લબની નવી ટીમને સપથ લેવડાવી લાયન્સ ક્લબ ઇન્ટરનેશલના મેમ્બર તરીકે પ્રસ્થાપિત કર્યા.
આ તકે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત લાયન્સ ક્લબ ઇન્ટરનેટનલનાં Dist.૩૨૩૨જે (સૌરાષ્ટ્ર કચ્છ) નાં દ્વિતિય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ નવ નિયુક્ત સર્વે મેમ્બરોને લાયન્સ કલબ દ્વારા સમાજ ના જરૂરિયાત મંદ પરિવારો સુધી સેવાનો લાભ મળે તેમાટે સમાજના સુખી સંપન્ન લોકોને સાથે રાખીને સહિયારા પ્રયત્નો થી ખૂબ મોટું સેવાનું કામ થાય તેવી શુભેચ્છા પાઠવેલ
આ સપથ વિધિ સમારોહમાં નવ નિયુકત ટીમને શુભેચ્છા આપવા માટે રીજીયન 2 નાં રીજીયન ચેર પર્શન દિગ્વિજયસિંહ ચુડાસમા,પુર્વ જોન ચેરમેન તુષાર દફતરી, લાયન્સ કલબ ઓફ ટંકારા સિટી નાં પ્રમુખ ગૌતમભાઈ વામજા, લાયન્સ કલબ ઓફ હળવદ સિટીનાં પ્રમૂખ ગીરીશભાઈ સાધુ, લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ના પ્રમુખ નીરવભાઈ ગજજર,લાયન્સ ઓફ મોરબી નઝરબાગ ના પ્રમુખ રાજુભાઈ સરડવા,લાયન્સ ઓફ મોરબી નઝરબાગ પ્લસના પ્રમૂખ રાકેશ ક્રિષ્નાની હજાર રહેલ.કાર્ય કામમાં સ્વાગત પ્રવચન લા.ટી સી ફુલતરિયાએ, આભાર વિધિ નાનજીભાઇ મોરડિયાએ કરેલ , કાર્ય કમનું સફળ સંચાલન લા. ડૉ. અશ્વિનભાઈ બરાસરાએ કરેલ.તેમજ વર્ષ (૨૦૨૧-૨૨) પ્રેસિડેન્ટ તરફથી સેવાભાવી લા.સભ્યોનું શિલ્ડ આપીને સનમાન કરવામાં આવ્યું અને દરેક મહેમાનોનું ડી જી -૨ રમેશભાઇ રૂપાલા અને લાયન્સ પરિવાર દ્વારા મોમેન્ટો થી સનમાનવામાં આવ્યાતેમ પ્રમુખે જણાવેલ.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...