લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હંગર પ્રોજેકટ ચલાવે છે.જે હેઠળ જરૂરિયાતમંદ લોકોને રાશન આપ્યું હતું.તેમજ ડાયાબિટીસ કેન્દ્રની મુલાકાત લીધી હતી.લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો હંગર પ્રોજેક્ટ હેઠળ આજ ભાદરવી પૂનમના દિવસે પંચમુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતા ફ્રી ટિફિન સેવામાં આશરે ૧૪૦ જેટલા જરૂરિયાત મંદ વડીલ વ્યક્તિઓને ટિફિન સંસ્થા દ્વારા આપવામાં આવે છે.

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા તેલ,ગોળ,બટેટા,મગદાળ,ભાત વગેરે જેવું રાશન આપવામાં આવ્યું હતું. તદપરાંત એક વૃદ્ધાને રાશન કીટ આપવામાં આવી હતી.આ પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટજીજ્ઞેશભાઈ કાવર ખજાનચી,ત્રિભોવનભાઈ ફુલતરિયા,પ્રાણજીવનભાઈ રંગપડિયા અને પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઇ ચિખલીયા હાજર રહેલ હતા.આ પ્રોજેક્ટના સૌજન્ય ટી.સી.ફુલતરિયા હતા. આ ઉપરાંત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ચાલતા કાયમી ડાયાબિટીસ કેન્દ્રની મુલાકાત લીધી હતી.જે ઉમા ક્લિનિક ડૉ.ખ્યાતિબેન ભીમાણી અને માધવ ક્લિનિક ડો.નિલેશભાઈ ભાડજાના કેન્દ્રની મુલાકાત લઈને ડાયાબિટીસ માટેના દર્દીઓની માહિતી મેળવવામાં આવી હતી.
