Friday, May 9, 2025

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃદ્ધાશ્રમમાં ચોખા ઘીની સુખડી અને ગાંઠીયા વિતરણ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના હંગર પ્રોજેક્ટ અંતર્ગત આજે વિજયા દશમીના પાવનપર્વ પર કુવિચાર પર સદવિચારોના વિજયપર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળિયા ( મી) તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં ત્રીસ (૩૦) વડીલોને ચોખા ઘીની બનેલ સુખડી તથા ગાંઠિયા આપવામાં આવ્યા હતા.

જ્યારે સુખડી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તરફથી અને ગાંઠિયા લાયન્સ કલબના એ.એસ. સુરાણી તરફથી આપવામાં આવ્યા હતા. આ પ્રોજક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ, જીજ્ઞેશભાઈ કાવર પાસ્ટ, પ્રેસિડન્ટ અમૃતભાઈ સુરાણી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ અને ખજાનચી, ત્રિભોવનભાઈ ફૂલતરિયા અને મહાદેવભાઈ ચિખલિયા હાજર રહ્યા હતા. તેમજ દશેરાના આ પાવન પર્વ પર ભોજન કરાવી વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર