મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જેમણે ૨૫/- વર્ષથી સેવાની ભાવના સાથે લાયન્સ કલબ ના પાયાના સભ્ય છે અને હાલ તા ૧/૭/૨૩ થી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તો તેમના સનમાનમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે પ્રોજેક્ટો કરવામાં આવ્યા આ પ્રોજેક્ટો કે જેમણે પોતાનું જીવન સેવાકાર્યમાં જીવન પર્યનત સમર્પિત કર્યું છે એવા રવિશંકર મહારાજના નિર્વાણ દિને ગૌશાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને (૧) વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને (૨) ગૌશાળા પ્રાથમિક શાળામાં ધો ૬ .૭ અને ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો.
પ્રથમ પ્રોજેક્ટમાં ધોરણ ૬, ૭ અને ૮ના ૧૬ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો જેમાં બે નિર્ણાયકો શૈલેષ ભાઈ કાલરીયા અને નાનજીભાઈ મોરડીયા દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યા નંબર મેળવનાર બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને બાકીના તમામ વિદ્યાર્થીઓને પણ વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સેવાકીય કાર્યમાં લા પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા ટી સી ફુલતરિયા લા ખજાનચી મણિલાલ જે કાવર અને પાસ્ટ પ્રેસિડેન્ટો લા ભીખાભાઈ લોરિયા લા અમરસી ભાઈ અમૃતિયા લા એ એસ સુરાણી સર તથા લા સભ્યો નાનજીભાઈ પ્રાણજીવન ભાઈ મહાદેવભાઈ તથા ગૌશાળા પ્રાથમિક શાળાના આચાર્ય જલપેશભાઈ વાઘેલા સી આર સી કોર્ડીનેટર શૈલેષ ભાઈ કાલરીયા અને સ્ટાફ મિત્રો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ રીતે શૈક્ષણિક કાર્યમાં બાળકોમાં પ્રતિભા ખીલે તેવી ભાવના સાથે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેવાકીય પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા આ બંને પ્રોજેક્ટમાં આચાર્ય અને તેમના સ્ટાફનો પૂરતો સાથ મળ્યો.
