Tuesday, May 13, 2025

મોરબીમાં લાયન્સવાળા હથીયાર વડે હવામાં ફાયરિંગ કરનાર યુવક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલ સુભાષનગર સોસાયટીના રોડ ઉપર એક યુવકે પ્રજામાં ભય ફેલાવાના ઈરાદાથી પોતાના લાયન્સવાળ હથીયાર વડે હવામાં ફાયરિંગ કરી મનુષ્યની જીંદગી જોખમાય તેવું કૃત્ય કર્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર સોસાયટીમાં રહેતા જતીન રામજીભાઇ વામજા (ઉ.વ.૨૮)આરોપીએ કોઇપણ ભયજનક કારણ વગર પોતાના લાયસન્સ વાળા હથીયાર થી હવામા એક રાઉન્ડ ફાયરીંગ કરી પ્રજામા ભય ફેલાવી મનુષ્યની જીંદગી જોખમાય તેમજ શારીરિક સલામતીને જોખમ મુકાય તેવુ કૃત્ય કરી લાયસન્સ ધારકની શરતો નો ભંગ કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ-૩૦ ઈપીકો કલમ-૩૩૬ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર